મોરબીના લીલાપર નજીક સ્મશાન પાછળ આવેલ મચ્છુ નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી છે. મચ્છુ નદીમાંથી લાશ મળતા ત્યાં હાજર લોકોએ ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમે લાશને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી. આ લાશની ઓળખ તેમજ મોત અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે, આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


