વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક આવેલા તળાવ પાસે એક બાઇક સવાર યુવકનું બાઇક પરથી નીચે પડી જવાથી મોત નિપજ્યું હતું બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
વાંકાનેર તાલુકાના જામસર નજીક આવેલા તળાવ પાસેથી જીજે 36 AG 845 નંબરનું બાઈક લઈને જતા સુરેશ ભુદરભાઈ અગેચણિયા નામના યુવકે બાઇક કોઈ કારણસર બાઇક પરથી કાબુ ગુમાવતા તે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી


