હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ ચાર સિસ્ટમ સર્જાઈ છે.બે સિસ્ટમ વિષુવવૃત્ત રેખા થી નીચે હોવાથી તે સિસ્ટમ ભારત તરફ આગળ નથી વધી જોકે લક્ષ્યદ્વિપ અને બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ભારત તરફ આગળ વધી રહી છે લક્ષ્યદ્વિપની વરસાદી સિસ્ટમ મજબૂત બની હાલ ડિપ્રેશનમાં ફેરવાઈ છે જો સિસ્ટમ વધુ મજબૂત બને તો ડીપ ડિપ્રેશન ફેરવાઈ શકે છે આ ઉપરાત આ સિસ્ટમ મુદે અગાઉ હવામાન વિભાગના અલગ અલગ મોડલ સોમાલિયા અને ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા હતી જોકે આ સીસ્ટમની દિશા બદલી ભારત તરફ આગળ વધી છે અને આ સિસ્ટમ મહારાષ્ટ્ર અને ગુજરાત નજીક આવે તેવી શક્યતા સેવાઈ રહી છે જેના પગલે આગામી 27 થી 31 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં હળવો થી મધ્યમ પ્રકારનો કમોસમી વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે આ ઉપરાંત રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લા વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે જો આ સિસ્ટમ મજબૂત થાય તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ ની શક્યતા સેવાઈ રહી છે.હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ મજબૂત બની નથી પણ જો તે સિસ્ટમ મજબૂત બને તો પૂર્વ ભારત થી મધ્ય ભારત સુધી આવી શકે છે જોકે તેની અસર ગુજરાત પર થશે કે કેમ તે આગળના દિવસોમાં સામે આવી શકે છે.
અરબી સમુદ્ર ની વરસાદી સિસ્ટમ કેટલી મજબૂત બને અને ગુજરાતની કેટલીક નજીક આવે છે તેના પર વરસાદની શક્યતા છે


