દિવાળીની રાત્રે આખું શહેર ફટાકડા ફોડતું હોય ફટાકડાની આતશબાજીથી અનેક સ્થળે નાની મોટી આગની દુર્ઘટના બનવાની સંભાવનાને ધ્યાને લઇ આગની દુર્ઘટના ટાળવા માટે અને આગ લાગે તો તરત પહોંચીને જાનમાલનું નુકસાન અટકાવી શકાય તે માટે મોરબી ફાયર સ્ટાફ અત્યારથી એલર્ટ મોડ ઉપર આવી ગયો છે.
મોરબી મહાનગરપાલિકાના ફાયર બીગ્રેડના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ દિવાળીની સાંજથી જ ફાયર સ્ટાફ સ્ટેન્ડ બાય થઈ જશે.જેમાં મોરબી શહેરના મહત્વના ત્રણ સ્થળ જેવા કે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે, નવા બસ સ્ટેન્ડ પાસે અને સુધારા શેરીમાં આવેલા ફાયર સ્ટેશને ફાયરનો 21નો સ્ટાફ ત્રણ બાઉઝર સાથે કોઈપણ સ્થળે લાગેલી આગને બુઝાવવા માટે જવા તૈયાર રહેશે


