મોરબીના બેલા ગામે રહેતા અને મૂળ ટંકારાના ગણેશપર ગામે રહેતા દેવાભાઈ સંભુભાઇ ચાડમીયાએ આરોપી રમેશભાઈ અજમલભાઈ વાઘેલા સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી દેવાભાઈની મરણ જનાર દિકરી લક્ષ્મી રમેશભાઈ વાઘેલા રહે.હાલ મેઘપર ઝાલા તા.ટંકારા વાળીને તેના પતી રમેશભાઈ અજમલભાઈ કે જેઓ દારુ પિવાની ટેવ વાળા હોય અને લક્ષ્મીને ઘરકામ બાબતે અવાર-નવાર મેણાટોણા મારી શારીરીક અને માનશીક દુખત્રાસ આપી મરવા ઉપર મજબુર કરતા હોય જે દુખત્રાસ લક્ષ્મીથી સહન ન થતા પોતાની જાતે જેરી દવા પી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


