મોરબી તાલુકાના આંદરણાઆ ગામની સીમમાં હળવદ રોડ પર માં હરખજી અંબારામ ભાઈ કુંડારીયા ના ખેતર પાસેના ખાડામાં એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જેની તપાસ કરતા આ તેની હત્યા કરી પુરાવા નાશ કરવા લાશ સળગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મહિલાની ઓળખ ન થઈ હોવાથી પોલીસે અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા બાઇકમાં બે શખસ બોરી માં શંકાસ્પદ લઈ જતા નજરે પડતા પોલીસે તેની નંબર પ્લેટ આધારે માલિકની ઓળખ થઈ હતી દરમિયાન આ શંકાસ્પદ GJ01 DN 2721નંબરનું બાઇક પીપળી રોડ તરફ જઈ રહ્યું હોય આ બાતમી આધારે એલસીબી ની ટીમે વોચ ગોઠવી આ બાઇક ચાલકને અટકાવી તેની પૂછપરછ કરવામાં તેનું નામ નાનેશ્વરી પાંડેરી પાટીલ અને પીપળી રોડના શિવપાર્ક વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ એલસીબી આગવી ઢબે તપાસ કરતા આ શખ્સે તેના બે મિત્રો સાથે મળી તેની જ સાસુની હત્યા કરી લાશ નો નિકાલ કરવા મોરબી હળવદ રોડ પર લઈ ગયો હતો અને ત્યાં પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધા ની કબુલાત કરી હતી.
મૃતક આરોપીની સાસુ થતી હોય અને જમાઈને કોઈને કોઈ બાબતે ઝઘડો કરી ગાળો આપતા હોય વારંવાર બનતી આ ઘટનાથી કંટાળી સાસુને મારી નાખવાનો પ્લાન ઘડ્યો એના માટે તેના એક મિત્ર રાહુલ અને રાહુલના જ મિત્રને સાથે લઈ સાસુને મારી નાખવાનો અને લાશ સળગાવી દેવાનો એકઠા થયા અને ગળું દબાવી હત્યા કરી લાશ પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. પોલીસે આરોપી નાનેશ્વરી પાંડેરી પાટીલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી


