ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હાલમાં સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ છે. હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા.
હર્ષ સંઘવીને ગૃહ ખાતું મળ્યું
- પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય ખાતું મળ્યું
- ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળસંપતિ મળ્યું
- અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ અને સાયન્સ અને ટેક્નોલોજી ખાતું મળ્યું
- જીતુ વાઘાણીને કૃષિ અને સહકારનું ખાતું મળ્યું
- રીવાબા જાડેજાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું ખાતું મળ્યું
- કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર મંત્રી બનાવાયા
- નરેશ પટેલને આદિજાતિ વિકાસનું ખાતું મળ્યું
- પ્રદ્યુમન વાજાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતું મળ્યું
- રમણ સોલંકીને અન્ન અને નાગરિક પુરવઠા
- કનુ દેસાઈને નાણાં અને શહેરી વિભાગનું ખાતું મળ્યું
- ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતું મળ્યું
- કુંવરજી બાવળિયાને શ્રમ, રોજગાર
- મનિષા વકીલને મહિલા-બાળવિકાસ અને સામાજિક ન્યાય ખાતું મળ્યું
- રમેશ કટારાને કૃષિ અને પશુપાલન ખાતું મળ્યું
- દર્શના વાઘેલાને શહેરી-વિકાસ આવાસ ખાતું મળ્યું
- પ્રવીણ માળીને વન અને પર્યાવરણ ખાતું મળ્યું
- સ્વરૂપ ઠાકોરને ખાદી ઉદ્યોગ ખાતું મળ્યું
- જયરામ ગામીતને સ્પોર્ટ્સ અને યુવક સેવા ખાતું મળ્યું
- પી.સી.બરંડાને આદિવાસી વિકાસનું ખાતું મળ્યું
- સંજય મહિડાને મહેસૂલ અને પંચાયત ખાતું મળ્યું
- કમલેશ પટેલને નાંણા અને પોલીસ હાઉસિંગ ખાતું મળ્યું
- ત્રિકમ છાંગાને ટેકનિકલ અને શિક્ષણ ખાતું મળ્યું
- કૌશિક વેકરિયાને કાયદો, કેમિકલ અને સંસદીય બાબતોનું ખાતું મળ્યું
- પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ ખાતું મળ્યું


