ટંકારાના લજાઈ ગામે રહેતા હસમુખભાઈ દેવજીભાઈ સોલંકીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ સામે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી હસમુખભાઈનું GJ-36-AA-1615 નંબરનું હોન્ડા કંપનીનું સી.ડી.100 બાઈક કિ.રૂ. 50,000 વાળું મોરબી નવા ડેલા રોડ ભવાની ટ્રેડિંગની બાજુમાં આવેલ જાહેર શૌચાલય પાસે પાર્ક કરેલ ત્યાંથી ફરીયાદીની પરવાનગી કે સહમતી વગર પાર્ક કરેલ જગ્યાએથી અજાણ્યા ચોર બાઈક ખસેડી ચોરી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


