HomeGujaratમોરબીના લેબર ક્વાર્ટર માંથી 4 મોબાઈલ ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

મોરબીના લેબર ક્વાર્ટર માંથી 4 મોબાઈલ ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

મોરબી તાલુકના હરિપર કેરાળા રોડ પરના લેમિનેટ કારખાનાના લેબર ક્વાર્ટરની છત પરથી શ્રમિકોના ચાર મોબાઈલ ફોનની ચોરી થવાની ઘટના પોલીસે  બે આરોપીઓને ઝડપી લીધા હતા  તેમની પાસેથી  ચોરી થયેલા ચાર મોબાઈલ ફોન પણ રિકવર કર્યા છે.

આ ઘટના ત્યારે બની જ્યારે શ્રમિકો લેબર ક્વાર્ટરની છત પર સૂતા હતા. કુલ 48,000 રૂપિયાની કિંમતના ચાર જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. ભોગ બનનાર શ્રમિકની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ થરાદ જિલ્લાના અને હાલ હરિપર કેરાળા રોડ પર નેલ્સન લેમિનેટ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ઉત્તમ ગણાજી પરમાર એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, તેમના વીવો અને મોટોરોલા કંપનીના  26 હજારની કિમતના બે મોબાઈલ ફોન, હાજા ચૌધરીનો ઓપો કંપનીનો રૂ 12 હજારની કિમતનો મોબાઈલ અને ભરત ચૌધરીનો રૂ 10 હજારનો  એમ કુલ 4 મોબાઈલ ચોરાયા હતા.

પોલીસે આ ઘટનામાં ભુપત મોહન ચૌહાણ  નામના  32 વર્ષીય શખ્સ અને વિકાસ અનિલ લોરીયા નામના 21 વર્ષીય શખ્સ એમ  બે શખ્સોને ચોરી થયેલા ચારેય મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે. ચારેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW