વાંકાનેરના ગાંગીયાવદર ગામે રહેતા ધીરૂભાઇ લખમણભાઇ ધરજીયાએ આરોપી વેલુભા ઘનુભા ઝાલા, ખનુભા ઝાલા અને વેલુભાના ભત્રીજા કાનભા ઝાલા રહે.બધા સરધારકા ગામ તા.વાંકાનેર જી.મોરબીવાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે,આરોપી વેલુભા ઘનુભા ઝાલાને પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ફરિયાદી સાથે ઝગડો થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપીઓએ ધીરુભાઈને લાકડી વડે માર મારી પગના તથા વાસાના ભાગે ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

