HomeGujaratમાળીયા નજીક ટ્રકમાંથી રૂ.10.83 લાખના દારૂ-બિયર સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

માળીયા નજીક ટ્રકમાંથી રૂ.10.83 લાખના દારૂ-બિયર સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, હળવદ તરફથી GJ-36-V-5003 નંબરનો એક ડમ્પર માળીયા તરફ આવનાર છે. જે ડમ્પરના પાછળના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોક્કસ બાતમીના આધારે માળીયાના ભીમસર ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ પાસે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી, આ દરમિયાન તે ડમ્પર નીકળતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાડનો દારૂ-બિયારનો જથ્થો કુલ રૂ. 10,83,360નો મુદ્દામાલ મળ્યો તેમજ બે મોબાઈલ ફોન અને ડમ્પર મળી કુલ રૂ. 25,93,360નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી ડમ્પરનો ડ્રાઇવર- ચુનીલાલ અમેદારામ હુડા/જાટ રહે. ધુડાવા તા.ચોહટન થાના બાખાસર જીલ્લા બાડમેરવાળાને પકડી પાડી પૂછપરછ કરતા અન્ય એક વિજય જેન્તી પટેલનું સામે આવ્યું હતું. આ બને શખ્સો સામે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW