મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે વિકાસ સત્તાની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્ટિફિકેટ વિતરણ તેમજ લોકાર્પણના કામો માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
તા.07 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે ગત તા. 12/10/ 2025ના રોજ વાંકાનેર નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સર્ટિફિકેટ વિતરણ તેમજ લોકાર્પણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પ્રજાજનો માટે પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફીસર, ઝોનલ ઓફિસર તથા અન્ય પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

