મોરબી મનપા બન્યા બાદ વેરા વસુલાત કામગીરી તેજ ગતિએ આગળ વધારતા ગત વર્ષે રેકોર્ડ બ્રેક વસુલાત કરી હતી. જે વર્ષ બાદ પણ યથાવત રાખી હતી. છેલ્લા 6 મહિનામાં 25 હજારથી વધુ આસામીઓએ વેરો ભરતા મનપાને રૂ.15.50 કરોડની આવક થઇ છે.
મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ એક તરફ મનપા દ્વારા જુના અને નવા ભળેલા વિસ્તારમાં જરૂરી સુવિધા પૂરી પાડવાની ગતિ વધારે છે. તેની સાથે મનપાની તિજોરી ભરવા ધોકો પણ પછાડી મિલકત સીલ કરવાની કાર્યવાહી કરતા લાંબા સમયથી વેરો ભરવા ન પહોચેલા આસામીઓ પણ મનપા કચેરી સુધી દોડતા થયા હતા. જેના કારણે વેરાની આવકમાં પ્રથમ વર્ષથી જ નોધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગત નાણાકીય વર્ષમાં રૂ.23.43 કરોડની રેકોર્ડ બ્રેક વસૂલાત થઇ હતી. મનપા દ્વારા નવા વર્ષમાં પણ આ વેરા વસુલાત ઝડપી રીતે આગળ વધારશે તેવો દાવો કર્યો હતો.
મોરબી મનપાને 1 એપ્રિલથી 6 મહિના દરમિયાન 15.50 કરોડની આવક થઈ હતી સામાન્ય રીતે નગરપાલિકા વખતે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન આવકનું પ્રમાણ વધારે રહેતું હતું, જો મનપા દ્વારા કડક ઉઘરાણી અને ઓનલાઈન વેરા ભરવાની વ્યવસ્થા તેમજ ટેક્સ કલેક્શન સેન્ટર વધારો કરવા સહિતની સુવિધા આપતા વેરો ઉઘરાણી કરનારની સંખ્યા વધી છે. ચાલુ વર્ષે રીબેટ યોજનાનો પણ કરદાતાઓએ લાભ લીધો છે. 6 મહીંના દરમિયાન રૂ 34 લાખ જેટલી રકમનો ફાયદો આસામીઓને મળ્યો છે સંખ્યાની વાત કરીએ તો 90,300 આસામીઓ માંથી 25,366 આસામીઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે. મનપા તંત્ર દ્વારા અત્યાર સુધીની કુલ વસુલવા પાત્ર વેરાના 23 ટકા જેટલી વસુલાત થઇ હોવાનું સામે આવ્યું છે. મનપા તંત્ર દ્વારા લાંબા સમયથી વેરો ન ભરપાઈ કરનાર આસામીઓને નોટીસ આપી રીમાઇન્ડર મોકલ્યું છે તેઓને પણ વહેલી તકે તેનો વેરો ભરપાઈ કરવા તાકીદ કરી છે.
મોરબી રોડ રસ્તા અને સફાઈ કામમાં સુધારો, લાંબાગાળાની યોજનાની શરુઆત ધીમી. મોરબી મનપાએ ચાલુ વર્ષનું બજેટ 783.02 કરોડનું માતબર બજેટ રજુ કર્યું હતું. જેમાં 5 આઇકોનિક રોડ નિમાર્ણ જાહેરાત કરી હતી. હાલ નાની કેનાલ રોડ અને એસપી રોડ થી આલાપ સુધીના રોડનું કામ ચાલુ થયું જયારે અન્ય રોડનું કામ પ્લાનિંગમાં છે, જયારે શહેરના 7 મુખ્ય વિસ્તારમાં ડ્રેનેજ પાણીના નિકાલ માટે આયોજનમાં હતા. હાલ આ એક પણ સ્થળે કામ શરુ થયા નથી લાયબ્રેરી રીનોવેશન માટે કરેલી જાહેરાત માંહી કેસર બાગ, ગ્રીન ચોક શાક માર્કેટની લાયબ્રેરી રીનોવેશન થયું જયારે અન્ય કામગીરી ચાલુ છે કામ ફાયર સ્ટેશન ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન કચેરી નિર્માણ માટે જાહેરાત થઇ હજુ એક પણ કામ શરુ થયું નથી. સીટી બસ સર્વિસ, મલ્ટી લેવલ પાર્કિંગ, ટ્રાફિક સિગ્નલ અને મલ્ટી લેવલ પાર્કિંગની જાહેરાત થઇ હતી તેમાંથી હજુ એક પણ કામ શરુ થયું નથી.

