HomeGujaratમોરબીમાં તહેવાર સમયે ભેળ સેળિયાને મોકળું મેદાન.મનપામાં ફૂડ ઇન્સ્પેકટરની જગ્યા જ...

મોરબીમાં તહેવાર સમયે ભેળ સેળિયાને મોકળું મેદાન.મનપામાં ફૂડ ઇન્સ્પેકટરની જગ્યા જ નથી

મોરબી મનપા બન્યા ને 10 મહિના જેટલો સમય થયો છતાં હજુ શહેરમાં ફૂડ શાખા  કાર્યરત થઇ નથી ફૂડ ઇન્સ્પેકટર  ન હોવાના કારણે જાણે ભેળસેળિયાઓને મોકળું મેદાન મળી ગયું હોય તેમ તહેવારનો સમય નજીક હોવા છતાં મનપાના ફૂડ વિભાગ કે અન્ય કોઈ પણ વિભાગ દ્વારા મીઠાઈ અને અન્ય ફરસાણની દુકાનમાં કોઈ ચકાસણી કરનાર જ નથી

મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરીના મુખ્ય અધિકારી પણ ચાર્જમાં છે તો અન્ય કર્મીઓની જગ્યા પણ પુરતી ભરાયેલ નથી જે કર્મચારી છે તેઓ પણ અન્ય જિલ્લામાં મુલાકાત માં આવતા વીવી આઈપી મહેમાનોની આગતા સ્વાગતામાં લગાડી દેવામાં આવે છે તેમજ તેમના પર સમગ્ર જિલ્લામાં ચકાસણી કરવા અને સેમ્પલ લેવા ફૂડ અંગેના લાયસન્સ મંજુરી રીન્યુ કરવા તેમજ ઓફીસના કલેરીકલ કામનો બોજો છે આવી સ્થિતિમાં મોરબી શહેરમાં મીઠાઈ ફરસાણ તેમજ અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓના ચકાસણી માટે મનપા માં એક ટીમ કાર્યરત હોવી જરૂરી છે

આ બાતે સામાજીક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભણીયા અને ગીરીસ કોટેચા સહિતના મનપા કમિશ્નરને લેખીત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW