HomeGujaratમહેસાણામાં રેલવેબ્રિજ નીચેથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, મોતનું કારણ અકબંધ

મહેસાણામાં રેલવેબ્રિજ નીચેથી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, મોતનું કારણ અકબંધ

મહેસાણાના હનુમંત હેડુંવા ગામથી પસાર થતી રેલવેલાઇનના બ્રિજ નીચે એક યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હતી. આ બનાવની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સ્થળેથી પોલીસને એક કાર પણ મળી છે. હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા મહાનગરના હનુમંત હેડુવા ગામ વિસ્તારની સીમમાંથી પસાર થતી મહેસાણા અમદાવાદ રેલવેલાઇન પરના લોખંડના રેલવેબિજ પરથી એક યુવકની લટકતી હાલતમાં લાશ મળી હતી. લટકતી લાશને જોઈ ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, જોકે બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં મહેસાણા તાલુકા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એમાં પોલીસને મળેલી જાણકારી મુજબ, મૃતક યુવક નજીકના શોભાસણ ગામમાં રહેવાસી પંકજભાઈ પટેલ આશરે ઉ.વ.32 હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક અવારનવાર આ જગ્યાએથી પસાર થતો હતો, ત્યારે તેની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળવી એ તપાસનો વિષય બન્યો છે. આ સાથે જ બનાવ સ્થળ પાસેથી GJ-01-KM-3553 નંબરની એક સફેદ કલરની કાર મળી હતી, જે કાર મૃતકના મિત્રની હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મહેસાણા તાલુકા પોલીસે હાલમાં મૃતદેહને બ્રિજ પરથી નીચે ઉતારી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW