દિવાળી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ધીમે ધીમે બજારમાં દિવાળીનો માહોલ જામી રહ્યો છે, ખાસ કરીને તહેવારના સમયમાં મુખ્ય માર્ગો પર રેકડી કે હંગામી સ્ટોલ ઉભા કરી ગૃહ શોભન વસ્તુઓ, રંગોળી કલર તેમજ ફટાકડા અને અન્ય ચીજ વસ્તુઓના વેચાણ કરતા વેપારીઓનો જમાવડો થતો હોય છે રાજકોટની આગની ઘટનાં હોય કે બનાસ કાંઠામાં ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના આવી દુર્ઘટના બાદ સરકાર દ્વારા નિયમ વધુ કડક કર્યા છે ખાસ કરીને સંવેદનશીલ ચીજ વસ્તુઓના વેચાણ પર સંકજો ક્સાયો છે જોકે છેલ્લા બે વર્ષની સરખામણીમાં થતી અરજીમાં થોડો વધારો જોવા મળ્યો છે ગયા વર્ષે 80 સ્ટોલ ધારકોએ હંગામી લાયસન્સ ની અરજી કરી હતી 2023માં 90 જેટલી અરજી થઇ હતી.
મોરબી જિલ્લામાં દિવાળી પર્વ દરમિયાન જે વેપારીઓ હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા માગતા હોય તેના માટે તંત્ર દ્વારા હંગામી લાયસન્સ માટેની અરજી મગાવી હતી. જોકે ચારેય નગર પાલિકા વિસ્તાર તેમજ મોરબી મનપાવિસ્તાર મળી 111 અરજી જ સામે આવી છે. આ 111માં તાલુકા મુજબ જોઈએ તો મોરબી ટંકારા વિસ્તાર મળી 64 અરજી જયારે વાંકાનેર તાલુકામાં 27 તો હળવદ તાલુકામાં માત્ર 20 અરજીઓ જ સામે આવી છે. માળિયા વિસ્તારમાંથી એક પણ અરજી સામે આવી નથી. દિવાળીને હવે ગણતરી દિવસ બાકી છે ચાલુ વર્ષે અરજી કરનાર ની સંખ્યા છેલ્લા બે વર્ષની સરખામણીમાં થોડી વધારે છે, જોકે ફાયર સેફટી માટેના કડક નિયમ મોરબી શહેર કે આસપાસની અન્ય નગર પાલિકા વિસ્તારની મુખ્ય બજારોમાં ટ્રાફિકને લઇ તંત્ર દ્વારા મંજુરી માટે પ્રકિયાને કારણે ખરેખર જે પ્રમાણમાં ફટાકડાનું વેચાણ થતું હોય તેના પ્રમાણમાં ઓછી છે.
મોરબી સીટી વિસ્તારમાં મુખ્યત્વે નેહરુ ગેટ ચોક આસપાસ, જેલ રોડ વિસ્તાર જુના બસ સ્ટેશન વિસ્તાર, શનાળા રોડ સરદારબાગ સામેના ભાગથી સુપર માર્કેટ વિસ્તાર તેમજ તેની સામેના ભાગમાં જી આઈ ડીસી વિસ્તાર વાવડી રોડ રવાપર રોડ રવાપર ચોકડી સામા કાઠે જુના હાઉસિંગ બોર્ડ વિસ્તાર સહિતના મુખ્ય વિસ્તારોમાં સ્ટોલ ઉભા કરાતા હોય છે. જોકે ચાલુ વર્ષે મનપા દ્વારા વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ માટે જગ્યા ભાડે આપવી કે નહી તે અંગે કોઈ સત્તાવાર માહિતી પણ જાહેર કરી નથી. તેથી આ મનપા દ્વારા જાહેર જગ્યામાં ફટાકડા સ્ટોલ માટે મંજૂરી આપશે કે કેમ તે પણ એક સવાલ છે.
સરકારના નવા પરી પરિપત્ર મુજબ 500 ચોરસ મીટરથી ઓછા ટેમ્પરરી સ્ટ્રક્ચરના સ્ટોલમાં ફાયર વિભાગનો રોલ નથી. તેમાં મામલતદાર કક્ષા અને જગ્યા માટે નગર પાલિકાની એસ્ટેટ શાખાનો રોલ રહેશે તેઓ યોગ્ય ચેક લીસ્ટ મુજબ ચકાસણી કરી મંજુરી આપવી કે નહી તે નિર્ણય કરી શકશે તેમ ફાયર ઓફિસર દેવેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું.
500 ચોરસ મીટરથી ઓછા એરિયામાં હંગામી સ્ટોલમાં એનઓસી માટે ચેક્લીસ્ટ જાહેર.જે ફટાકડા લાયન્સ દુકાનમાં હશે તેમણે બિલ્ડીંગ ઉપર 1000 લીટર પાણીની ટાંકી ઉપલબ્ધ રાખવી પડશે. 10 કિગ્રાની કેપેસીટીનું ડ્રાય કેમિકલ પાવડર ટાઈપનું ફાયર એક્સસ્ટીગ્યુસર પ્રતિ 30 ચોરસ ફૂટ પર એક રાખાવનું રહેશે. દુકાન પર એક ફાયર હોઝ રીલ ઇન્સ્ટોલ કરાયેલ હોવું જોઈએ અને તેનો સરળતાથી પાણી પ્રવાહ સાથે જોડાયેલ હોય એવું જરૂરી કાર્બન ડાયોક્સાઈડ ટાઈપના 4.5 કિગ્રાના ફાયર એક્સ્તીન્ગ્યુસર પણ ઇન્સ્ટોલ કરવાના રહેશે. દુકાન બહાર રેતી સાથેના 2 ફાયર બકેટ રાખવાના રહેશે. ફાયર ઈમરજન્સી એક્ઝીટ જરૂરી રહેશે.

