મોરબીના દલવાડી સર્કલ આગળ કેનાલ પાસે ઝુપડામા રહેતો મૂળ એમપીનો વતની કાળુભાઇ મનજીભાઇ ડામોર નામનો મજુર સવારે મજુરી માટે શનાળા રોડ પર એક રીક્ષામાં બેસી મજુરી માટે જતો હોય તે દરમિયાન રીક્ષા ચાલકે બીજા બે શખ્સને બેસાડ્યા હતા. જેને કાળુભાઈની નજર ચૂકવી જીઆઈડીસીથી નવા બસ સ્ટેશન વચ્ચે ભીડનો લાભ લઇ પેન્ટના ખિસ્સામાં રહેલા રૂ. 12 હજાર સેરવી લીધા હતા.
આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં કાળુભાઈએ નોધાવેલી ફરિયાદ આધારે એલસીબીની ટીમે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ કરી શંકાસ્પદ રીક્ષાને ઓળખી લઇ તેની શોધખોળ કરતા આ રીક્ષા ચાલક વીસી હાઈસ્કુલ પાછળ આવેલા મંગલ ભુવન વિસ્તારમાં હોવાનું જાણવા મળતા એલસીબીની ટીમ પહોચી તપાસ કરતા જીજે 03 ટીસી 0220 મળી આવતા તેના માલિકની તપાસ કરતા રીક્ષા ચાલકની ઓળખ થતા પોલીસે તે રીક્ષા ચાલક અને તેની સથે રહેલા શખ્સને ઝડપી પૂછપરછ કરતા એકનું નામ નિર્મળ ધીરુભાઈ ઉધરેજીયા, જયારે બીજો શખ્સ સોહિલ ઉર્ફે ભોલો હારુનભાઈ પિંજારા અને બન્ને રાજકોટ શહેરના વતની હોવાનું જણાવ્યું હતું. જેની ધરપકડ કરી તેને ચોરી કરેલા રૂ. 12 હજાર તેમજ રીક્ષા જપ્ત કરી હતી, જયારે ત્રીજા શખ્સનું નામ અમિત ઉર્ફે બુચો રાજુભાઈ ડોડીયા હોવાનું હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.