ટંકારા તાલુકાના મઠવાળી શેરીમાં જુના આર્યસમાજની બાજુમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો એ આરોપી દિલીપભાઈ છગનભાઇ ઘેટીયા અને છગનભાઇ રાધવજીભાઈ ઘેટીયા રહે. બંને ગાયત્રીનગર ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી દિલીપભાઈને ફરીયાદી ગોવિંદભાઇ સાથે આજથી પાંચ છ દિવસ પહેલા વાડીના રસ્તામાં પાણીનાં નીકાલ બાબતે ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખી આરોપીઓએ ગોવિંદભાઇને લાકડાના ધોકા વડે મારમારી જમણા હાથના ભાગે ફેકચર જેવી ઇજાઓ કરી તેમજ ગર્ભીત ઘમકીઓ આપી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.