મોરબી તાલુકા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, RJ-32-GD-2842 નંબરનો ટ્રેલર ચાલક તેનો કબ્જા વાળા ટ્રેલરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી માળીયા તરફથી મોરબી બાજુ આવનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રવિરાજ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન તે RJ-32-GD-2842 નંબરનું ટ્રેલર તે સ્થળેથી પસાર થતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા ટ્રેલર માંથી મળેલ ઈંગ્લીશ દારુની 2752 બોટલો કુલ રૂ. 6,05,040નો મુદામાલ તેમજ ટ્રેલર અને એક મોબાઈલ મળી કુલ રૂ.16,10,040નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી રમજાનભાઈ પુનાભાઈ કાઠાતને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.