ટંકારાના હરબટીયાળી ગામે આવેલ સેયજોન એફ.આઇ.બી.સી એલ.એલ.પી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ યુપીના વતની આનંદભાઈ દયાશંકર બર્મા નામનો યુવક ગઈકાલના રોજ કારખાનાના સેડ ઉપર તુટેલ અંજવાસીયુ બદલાવવા માટે ગયેલ હોય અને તુટેલ અંજવાસીયામાં પગ આવી જતા અકસ્માતે સેડ ઉપરથી નીચે પ્લાન્ટમાં પડી જતા માથામાં હેમરેજ જેવી ઇજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.