HomeGujaratમોરબીમાં નવરાત્રીથી દશેરા સુધી રૂ 69.16 કરોડના 2687 વાહનની ખરીદી , સરકારને...

મોરબીમાં નવરાત્રીથી દશેરા સુધી રૂ 69.16 કરોડના 2687 વાહનની ખરીદી , સરકારને 10 કરોડની ટેક્સની આવક

દશેરાના પર્વ નિમિતે મોરબી જિલ્લાના વિવિધ વાહનોના શો રૂમમાં માટે પાયે ખરીદી જોવા મળી છે, તહેવારો નો માહોલ તેમજ જીએસટી દરમાં થયેલા ઘટાડા થી વાહનો ની કિંમત પણ નીચી થતા વાહનોની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો છે. મોરબી જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં રૂ 69.16 કરોડની કિમતના 2687 વાહનોના રજીસ્ટ્રેશન થયા છે અને આ વાહનોની રજીસ્ટ્રેશન ટેક્સ રૂપે મોરબીમાંથી સરકારને 10 દિવસમાં 10 કરોડની આવક થઇ છે.
નવરાત્રીના શુભ મુર્હુત થી લોકો સારા કામ કરતા હોય છે. ખાસ કરીને નવા વાહનો ખરીદવા ધંધા વ્યવસાયની શરૂઆત કરતા હોય છે તેમાં પણ દશેરાના દિવસે મોટા પ્રમાણમાં વાહનની ડીલવરી લેતા હોય છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં કરેલા ઘટાડાથી વાહનોની કીમતમાં મોટા પાયે ઘટાડો આવતા લોકો વાહનની ખરીદી કરવા નીકળ્યા હતા. આમ તો વાહનોનું અગાઉ થી રજીસ્ટ્રેશન કર્યા બાદ દશેરાએ લોકો વાહનોની ડીલીવરી લેતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા  જળવાઈ હતી, ત્યારે મોરબી જિલ્લામાં  આજના દિવસે હજારોની સંખ્યામાં બાઈક અને કાર તેમજ અન્ય વ્હીકલ લોકો પોતાના ઘરે લઇ ગયા હતા.
મોરબી જિલ્લામાં 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમિયાન થયેલા વાહનોની સંખ્યા જોઈએ તો આ 10 દિવસમાં  રૂ. 69 કરોડ 16 લાખની કિમતના કુલ 2687 વાહનોની ખરીદી થઇ છે અને તેના રજીસ્ટ્રેશન થકી અલગ-અલગ ટેક્સ થી સરકારી તિજોરીમાં રૂ. 10 કરોડ 41 લાખની આવક થઇ છે. મોરબી જિલ્લામાં માર્ગો પર જે વધારા ના વાહનો આવશે તેની વાત કરીએ 10 દિવસમાં મોરબી જિલ્લામાં 1827 બાઈક અને 531 કારનો વધારો થયો છે. આ ઉપરાંત અન્ય વાહનો જોઈએ તો  67 જેટલા એગ્રીકલ્ચર ટ્રેક્ટર, 1 બસ, 4 કન્સ્ટ્રકશન સાધનો 20 ડમ્પર, 2 ઈ રીક્ષા, 95 માલ વાહક વાહનો, 3  હાર્વેસ્ટર, 90 જેટલી પેસેન્જર રીક્ષા, 21 માલ વાહક વાહનોની ખરીદી થઇ છે. કોમર્સિયલ યુઝ માટે ના 20 ટ્રેક્ટરની માત્ર 10 દિવસમાં નોધણી થઇ છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW