HomeGujaratહળવદના રણછોડગઢ ગામે પ્રેમ લગ્ન મુદ્દે બે શખ્સોએ વૃદ્ધ મહિલા પર હુમલો...

હળવદના રણછોડગઢ ગામે પ્રેમ લગ્ન મુદ્દે બે શખ્સોએ વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો

હળવદના રણછોડગઢ ગામે રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની કુવરબેન બાબુભાઈ મોલાડીયાએ આરોપી જાલુબેન સંઘુભાઈ ફીસડીયા અને તેજાભાઈ સંઘુભાઈ ફીસડીયા રહે. બંને રણછોડગઢ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી કુવરબેનનો દિકરો આરોપીની દિકરીને ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ કુવરબેનના ઘરે જઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે મારમારી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW