HomeGujaratભારત વિકાસ પરિષદ દ્વારા જામનગર ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું

ભારત વિકાસ પરિષદ દ્વારા જામનગર ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું

ભારત વિકાસ પરિષદ–સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર પ્રાંતની વિવિધ શાળાઓમાંથી કુલ 14 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ મેળવવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. આ જીત મોરબી માટે ગર્વની વાત છે. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રાંત સમૂહગાન સહસયોજક વિશાલભાઈ બરાસરા, શાખાના પ્રમુખ હિંમતભાઈ મારવણીયા, તથા ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને શુભકામનાઓ પાઠવી હતી.

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની આ સિદ્ધિએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું નામ ગૌરવપૂર્વક પ્રગટાવ્યું છે. આ ટીમ હવે ક્ષેત્રીય કક્ષાએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું પ્રતિનિધિત્વ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW