HomeGujaratમોરબીના ઉમિયા સર્કલ પર રૂ 53 .24 કરોડના ખર્ચે 700 મીટર...

મોરબીના ઉમિયા સર્કલ પર રૂ 53 .24 કરોડના ખર્ચે 700 મીટર લાંબો ફોર લેન ફ્લાયઓવર બ્રીજ બનશે

મોરબીમાં સતત વધી રહેલી વસ્તીના કારણે માર્ગો પ[પર વાહનોનું ભારણ સતત વધી રહ્યું છે ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો પર આ સ્થિતિ અત્યંત ખરાબ થઇ રહી છે, ત્યારે મહાનગર પાલિકા દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ તેજ કર્યા છે શહેરના સામાંકાઠે ફાટકના કારણે થતા ટ્રાફિક જામ નિવારવા એક બ્રીજ નિર્માણ થઇ રહ્યો છે તો બીજો એક બ્રીજ હવે શહેરના મુખ્ય રોડ એવા શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પર બનવા જઈ રહ્યો છે મનપા દ્વારા રૂ 53.24 કરોડના ખર્ચે 700 મીટર લાંબા અને 8 મીટર ઉચાઇનો ફોર ટ્રેક બ્રિજ બનાવશે આ માટે પ્લાન એસ્ટીમેટ અને જીયુડીસી ની મંજૂરી તેમજ સરકારના ફાઈનાન્સ બોર્ડ માંથી ગ્રાન્ટ મંજૂર થઇ જતા ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા શરુ કરી દીધી છે આગામી દિવસોમાં એજન્સી નિમણુક થયા બાદ બ્રિજ નું કામ આગળ વધશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં આમ તો મોટા ભાગના રોડ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી રહે છે, પરંતુ શહેરનો સૌથી મહત્વનો કહી શકાય તેવો રોડ એટલે શનાળા રોડ દિવસ દરમિયાન અહીંથી હજારો વાહનો પસાર થાય છે ગાંધીચોક થી છેક ભક્તિનગર સર્કલ સુધી વહેલી સવાર હોય કે રાત્રીનો સમયે ટ્રાફિક જામ કાયમી રરહે છે તેમાં પણ ઉમિયા સર્કલ પાસે ચાર રસ્તા જોડતા હોવાના કારણે આ જગ્યા પર 24 કલાક ટ્રાફિક જામ રહે છે અને વર્ષોથી અહી ઓવર બ્રીજ બનાવવાની માંગણી હતી નગરપાલિકા વખતે ઓવર બ્રીજ બનાવવાની મૌખિક જાહેરાત પણ થઇ હતી પરંતુ બાદમાં પાલિકા સુપર સીડ થતા સમગ્ર વિકાસ કામ અભેરાઈએ ચઢી ગયું હોય તેવી સ્થિતિ બની હતી જોકે ફરી એકવાર મનપાએ આ ઉમીયા સર્કલ પરના ફ્લાયઓવર બ્રીજની ફાઈલ હાથમાં લઇ તેની કામગીરી આગળ વધારી છે.

મહાનગર પાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર ટ્રાફિક જામ નિવારવા 700 મીટર લંબાઈ અને 8 મીટર હાઈટનો 27 સ્પાન ધરાવતો આ બ્રીજ જ બનાવવા ઓન લાઈન ટેન્ડર બહાર પાડ્યું છે જેના માટે લગભગ રૂ 53.24 કરોડના ખર્ચે બનનાર આ બ્રીજ એપીએમસી માર્કેટિંગ યાર્ડથી શરુ થશે અને સમયગેટ સુધી જશે. બ્રીજની બન્ને સાઈડ 7થી 9 મીટર સુધીના સર્વિસ રોડ પણ આપશે જેથી કેનાલ રોડ તરફ આવવા જવા માગતા વાહન ચાલકોને બ્રીજ પર જવું ન પડે આ ઉપરાંત ઉમિયા સર્કલ પર ભવિષ્યમાં વાહનની વધતી સંખ્યાને ધ્યાને લઇ મુખ્ય સ્પાન 45 મીટરની લંબાઈનો રાખવામાં આવ્યો છે આ બ્રિજ નિર્માણ થવા થી મોરબીના ઉમિયા સર્કલ પાસે ટ્રાફિક જામની સમસ્યા માંથી રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે જોકે આ સુવિધા માટે મોરબી વાસીઓને લગભગ 2 વર્ષ રાહ જોવી પડી શકે છે કારણ કે લગભગ આ પ્રોજેક્ટ પૂર્ણ થવા માટે બે વર્ષનો અંદાજીત સમય લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW