હળવદ પોલીસ મથક વિસ્તારમાં ઊંચા વ્યાજે નાણા ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ઈસમો સામે પોલીસે ફરીયાદ લઇ ગુનો દાખલ કરી આરોપીઓની સત્વરે ધરપકડ કરવા સારૂ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપી પ્રભુ જહાભાઈ કરોત્રા, હરદીપ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવડીયાર અને જયદેવ મનહરદાન દેવકાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ એક શખ્સ ભરત રાણાભાઈ રબારીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

