HomeGujaratમોરબીમાં સિરામિક સિટી સામે એક ટ્રકે અચાનક વળાંક લેતા પાછળ આવતો ટ્રક...

મોરબીમાં સિરામિક સિટી સામે એક ટ્રકે અચાનક વળાંક લેતા પાછળ આવતો ટ્રક અથડાયો એક નું મોત

નેશનલ હાઈવે નંબર 27 પર વાકાનેર થી મોરબી તરફ આવતો જીજે 01 ડીયુ5096  નંબરનો ટ્રક  મહેન્દ્રનગર તરફ જતા  હતા તે દરમિયાન આગળ જતા સિરામિક સીટી નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસે   જીજે 39 ટી 1595 નમ્બરનો ટ્રકના ચાલકે સિગ્નલ આપ્યા વિના ટ્રેક બદલતા અને બ્રેક મારતા પાછળથી  જીજે 01 ડીયુ5096  નંબરનો ટ્રકનો  જીજે 39 ટી 1595 ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં ગોરધન ભાઈ કરમશીભાઈ મકવાણા નામના ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ બાદ આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ગોરધનભાઈનું મોત થયું હતું બનાવ અંગે મૃતકના પુત્ર ગેલાભાઈ ગોરધનભાઈએ  જીજે 39 ટી 1595 નમ્બર ના ટ્રક ચાલક સામે ફરિયાદ નોધાવી હતી  જેના આધારે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW