માળીયા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે જુના ઘાંટીલા ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં શકિતીપરા પાસે આવેલ ચેકડેમ પાસે જાહેરમાં જુગાર રમતા મનુભાઇ બેચરભાઇ લોલાડીયા, રવજીભાઇ ઓધવજીભાઇ ઉપાસરીયા, મુકેશભાઇ નવીનભાઇ ઠાકરને રોકડા રૂ. 11,800, 4 બાઈક, ચાર્જીંગ બેટરી લાઇટ મળી કુલ રૂ. 96,900ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. બાદમાં તે જુગારીઓની પુછપરછ કરતા અન્ય છ ઈસમો અલ્પેશભાઇ બિજલભાઇ સુરાણી, કિશનભાઇ બિજલભાઇ સુરાણી, અનીલભાઇ કલાભાઈ સનુરા, મુકેશભાઇ જગાભાઇ સુરાણી, દિલીપભાઇ હીરાભાઈ સુરાણી અને વિપુલભાઇ જગદીશભાઇ સુરાણી નામ સામે આવ્યું હતું. પોલીસે તે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


