HomeGujaratખેલ મહાકુંભમાં 5 ગોલ્ડ-એક સિલ્વર મેડલ મેળવનાર તમંચા સાથે ઝડપાયો

ખેલ મહાકુંભમાં 5 ગોલ્ડ-એક સિલ્વર મેડલ મેળવનાર તમંચા સાથે ઝડપાયો

સુરતનો નેશનલ શૂટિંગ-વોલીબોલ પ્લેયર વિકાસ અશોક ભાર્ગવ તમંચા સાથે ઝડપાતા રમતગમત જગતમાં સનસનાટી મચી ગઈ છે. ચોકબજાર પોલીસે ફુલવાડી-ભરીમાતા રોડ પરથી તેને દબોચી લીધો છે, જેના કારણે તેના મેડલ્સ અને ગુનાહિત ભૂતકાળની ચર્ચા ફરી શરૂ થઈ છે. 30 વર્ષીય વિકાસ ભાર્ગવ (રહે. અક્ષત એપાર્ટમેન્ટ, વેડ રોડ) નાની ઉંમરથી જ શૂટિંગ-વોલીબોલનો ઉત્કૃષ્ટ ખેલાડી રહ્યો છે. અંડર-14 થી જ આ રમત સાથે જોડાયેલો વિકાસ પાંચ વખત નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેણે ‘ખેલ મહાકુંભ’ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને સુરતનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પાંચ દિવસ પહેલા જ તે જાલંધરમાં ક્રિકેટ રમીને પરત ફર્યો હતો. આટલી શાનદાર રમતગમત કારકિર્દી ધરાવતો ખેલાડી હથિયાર સાથે પકડાયો તે બાબત સૌ માટે આઘાતજનક છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ફુલવાડી-ભરીમાતા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એક શખ્સ તમંચો લઈને પસાર થવાનો હતો. પોલીસે વિકાસને દબોચી લીધો અને તેની ઝડતી લેતા હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પૂછપરછમાં વિકાસે પોલીસને જણાવ્યું કે, આ તમંચો તેને વેડ રોડ આનંદપાર્કમાં રહેતા તેના માથાભારે મિત્ર ઋત્વિક ઉર્ફે સોનિયો પ્રકાશ જોગીએ સાચવવા માટે આપ્યો હતો. જોકે, આ ખુલાસા બાદ પણ તેના ગુનાહિત ભૂતકાળને અવગણી શકાય નહીં. વિકાસ ભાર્ગવ વર્ષ 2022માં પણ હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં મદદગારી કરવા બદલ ઝડપાઈ ચૂક્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW