મોરબી નજીક લજાઈ ગામમાં ગૌ સેવા કામધેનું વિસામો ટ્રસ્ટ લજાઈ દ્વારા સોહમ દત્ત બાપુના અમારી ગાય કતલ ખાને કદી નહી જાય તેવા સંકલ્પને ચરિતાર્થ કરવા ગૌ શાળામાં નભતી નિરાધાર અંધ અને અપંગ ગાયોના લાભાર્થે દર વર્ષે ગામ લોકો દ્વારા નવરાત્રી નિમિતે નાટક ભજવી ફાળો એકત્ર કરવામાં આવે છે અને આ ફાળા થકી ગાયોના ચારા નિભાવ ખર્ચ કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા 24 ને બુધવારે રાત્રે 9 :30 કલાકે લજાઈ ગામના ગાયોના ગોંદરે ખાતે ઐતીહાસિક ગૌ આશિષ નાટક ભજવાશે સાથે-સાથે કોમિક નાટકનું પણ આયોજન થશે ત્યારે ગાયોના લાભાર્થે યોજાનારા નાટકનો લ્હાવો લેવા ગૌ પ્રેમી જનતાને સોહમ દત્ત બાપુ અને સમસ્ત લજાઈ ગામ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

