મોરબી મહાનગરપાલિકા બન્યા બાદથી શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસ કામની ગતિ ઝડપી બની છે શહેરના લોકોની પ્રાથમિક જરૂરિયાતની સુવિધાના આયોજન અને તેની કામગીરી શરુ કરવાની વાત હોય કે મનોરંજન માટે જરૂરી સુવિધા હોય મનપા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી છે મોરબીમાં એક વર્ષ પહેલા તમામ જાહેર બગીચાની હાલત અત્યંત દયનીય હતી તહેવારોનો સમય હોય કે વહેલી સવારે કસરત કરતા વડીલો માટે એક્સેસાઈઝ માટેની એક પણ જગ્યા ઉપલબ્ધ ન હતી અગાઉ સામા કાંઠે કેસર બાગની સુંદરતામાં વધારો થાય તે પ્રકારે સફાઈ બેન્ચીસ વોલ, પેઈન્ટીગ લાયબ્રેરીનું રીનોવેશન સહિતની કામગીરી કર્યા બાદ અન્ય બગીચાની પણ કાયા પલટ થઇ રહી છે મનપા દ્વારા હાલ સરદાર બાગના રીનોવેશનની કામગીરી ચલ રહી છે . નગર પાલિકા વખતે તત્કાલીન ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા દ્વારા સરદાર બાગના રીનોવેશન માટે એક મહત્વનો નિર્ણય લઇ તેની રકમની મંજુરી મેળવી તેમજ ટેન્ડર પ્રકિયા હાથ ધરી વર્ક ઓર્ડર અપાયા હતા બાદમાં મહાનગરપાલિકા જાહેર થતા આ આ કામગીરી વધુ તેજ ગતિએ આગળ વધી અને મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેના હસ્તે પ્રથમ કામનું ખાત મુર્હુત કરી સરદાર બાગ ના રીનોવેશન કામગીરી શરુ કરી હતી લગભગ 9 મહિના બાદ રૂ 1 કરોડથી વધુના ખર્ચે આ સરદારબાગના રીનોવેશનની કામગીરી પૂર્ણતાને આરે પહોચી ચૂકી છે
મનપા દ્વારા સરદાર બાગમાં આકર્ષક ગેટ, સુરક્ષા માટે જરૂરી બાઉન્ડ્રી વોલ બહાર બેસવા બેઠક વ્યવસ્થા તૈયાર કરી છે તો ગાર્ડન અંદર બાળકો માટે જરૂરી રમતગમતના સાધનો,વડીલો માટે કસરતના સાધનો કરાયા છે બેસવા માટે બેન્ચિસ, નવી લાઈટસ સહિતની ફેસેલેટી સાથે નો ગાર્ડન તૈયાર થઈ ચુક્યો છે આગામી દિવાળી પર્વ પહેલા લોકો માટે સરદાર બાગ ફરવા લાયક સ્થળ બનશે તેવી શક્યતા સેવાઈ રહી છે

