જિલ્લા પોલીસ વડા દ્વારા આવા અલગ અલગ ગુનામાં પકડાયેલા આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરવાના આદેશ ને પગલે SOG PI એન આર મકવાણા પી એસ આઈ કે આર કેસરિયા અને તેની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી હતી તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોધાયેલ એક ગુનામાં વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ રઝા સલીમભાઈ મુલ્લા નામનો શખ્સ ઘણા સમયથી ફરાર હતો જેને પકડવા પોલીસે બાતમીદારો ગોઠવ્યા હતા દરમિયાન ગઈ કાલે મળેલી બાતમી આધારે એસ ઓ જી એ આરોપી સાહિલ રઝા ને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

