HomeGujaratમોરબીમાં અર્વાચીન અને પાર્ટી પ્લોટમાં ચાલતી ગરબી 12  વાગ્યે બંધ કરાવવા માગ

મોરબીમાં અર્વાચીન અને પાર્ટી પ્લોટમાં ચાલતી ગરબી 12  વાગ્યે બંધ કરાવવા માગ

દેશભર માં સોમવારથી આદ્યશકિતની આરાધનાનું પર્વ નવરાત્રી શરુ થઇ રહી છે મોરબીમાં માતાજીની આસ્થા અને ભક્તિના આ પર્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે બદલાવ આવ્યો છે. માતાજીના મંદિરના ચોક કે શેરી મોહલ્લામાં થતી ગરબી પાર્ટી પ્લોટમાં જતી રહી છે અગાઉ શેરી ગરબીઓ 12 કે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતી હતી અને ઘરની નજીક હોવાથી દીકરીઓ કે મહિલાઓની સુરક્ષાની ચિંતા પણ વાલીઓને રહેતી ન હતી જોકે હવે પાર્ટી પ્લોટ માં અર્વાચીન ગરબા શરુ થયા છે જેમાં ઘણીવાર લુખ્ખા તત્વો ઘુસી જતા હોય છે અને તેમની છેડતી કે ખોટા રવાડે ચઢાવવાના પ્રયાસ થતા હોય છે આવા લુખ્ખા તત્વોને નાથવા અને બહેનો દીકરીઓની સુરક્ષા તેમજ સલામતી માટે મોરબી શહેરમાં પાર્ટી પ્લોટમાં ચાલતા અર્વાચીન દાંડિયા કલાસીસ સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઈન મુજબ 12 વાગ્યા સુધી જ ચાલુ રહે તેવું જાહેર નામું પ્રસિદ્ધ કરવા અને તેની કડક અમલવારી કરવામાં આવે તેવી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા એસપીને લેખિત રજૂઆત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW