HomeGujaratવાંકાનેરના ચન્દ્રપુર ગામે નજીવી બાબતે છ શખ્સોએ યુવાનને માર માર્યો

વાંકાનેરના ચન્દ્રપુર ગામે નજીવી બાબતે છ શખ્સોએ યુવાનને માર માર્યો

વાંકાનેરના ચન્દ્રપુર ગામે રહેતા રામાભાઇ માનાભાઇ સિંધવે આરોપી સમદ જાનમામદભાઇ મોડ, સેજુ ઓસમાણભાઇ, સોહીલ ઓસમાણભાઇ, સાયરાબેન જાનમામદભાઇ મોડ, મુમતાજબેન ઓસમાણભાઇ અને નિલોફરબેન ઓસમાણભાઇ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપી સમદ અને સેજુ ફરીયાદી રામાભાઇના ઘર સામે એક્ટીવાની લાઇટ ચાલુ રાખતા રામાભાઇએ લાઇટ બંધ કરવાનુ કહેતા આરોપીએ રામાભાઇને ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ તથા રામાભાઇ આરોપી સાયરાબેનને આ બાબતે કહેવા જતા આ તમામ આરોપીઓએ રામાભાઈને ગાળો આપી હતી તેમજ રામાભાઇ પરત ઘરે જતા હોય ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપનો ઘા રામાભાઇને માથાના ભાગે માર મારતા રામાભાઇને માથામાં તથા નાકના ઉપરના ભાગે ઇજા પહોચી અને શરીરે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW