મોરબીમાં માળીયા પીપળીયા જામનગર સ્ટેટ હાઇવે પર 0/400 જે માળીયા થી મોરબી કચ્છ હાઇવે તરફ રેલવે ફાટકની પાસે આવેલ છે તે બ્રિજ પર ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે રદ કરવામાં આવ્યું છે.
વધુમાં માળીયા શાખા નહેર નર્મદા કેનાલના SHRB પુલની સાંકળ 136.775 કિલોમીટર પર આવેલ સ્ટેટ હાઇવેના ક્રોસિંગ પૂલ કે, જે માળીયા-પીપળીયા-જામનગર સ્ટેટ હાઇવે ઉપર 0/400 સાંકળ કે જે માળીયા થી મોરબી-કચ્છ હાઇવે તરફ રેલવેની ફાટકની પાસે આવેલ બ્રિજ પરના રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અન્વયે વૈકલ્પિક રસ્તા તરીકે માળીયા-પીપળીયા-જામનગર સ્ટેટ હાઇવે ઉપર 0/400 સાંકળ કે જે માળીયા થી મોરબી-કચ્છ હાઇવે તરફ રેલવેની ફાટકની પાસે આવેલ બ્રિજ પાસે સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ ડાયવર્ધન પરથી જ ભારે વાહનોની અવરજવર કરવાની રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલ માંથી મુક્તિ આપવામાં આવે છે.

