HomeGujaratમોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલમાં શાળા કક્ષાનું 51...

મોરબીની દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલમાં શાળા કક્ષાનું 51 કૃતિ સાથે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

મોરબી: “વિદ્યાર્થી જીવન એટલે સર્વાંગી વિકાસનો તબક્કો” આ વાતને સાર્થક કરતી અને વિદ્યાર્થીના જીવનને ખરેખર સર્વાંગીણ સ્વરૂપે વિકસિત કરતી શાળા એટલે મોરબીની દોશી અને ડાભી હાઈસ્કૂલ. સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત શાળામાં વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા લાગતા વિષયોમાં રસ અને રૂચિ વધે તે હેતુથી ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

જેમાં શાળાના ધોરણ 9 થી 12 નાં 105 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને 51 કૃતિઓ રજૂ કરી. આ કૃતિઓમાં ગણિત અને વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોની સમજ આપતા વર્કિંગ મોડેલનો સમાવેશ થયેલ હતો. શાળાના તમામ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળી વિજ્ઞાનના અવનવા પ્રયોગોની સમજ પ્રાપ્ત કરી. આ પ્રદર્શની માટે શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકો એન. ડી. ગઢીયા અને વિજયભાઈ એમ. પટેલે ખૂબ જહેમત ઉઠાવેલી. આ પ્રદર્શનીમાં શાળાના તમામ શિક્ષકો તેમજ 725 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યાનું આચાર્ય ભરતભાઈ ગોપાણીની યાદીમાં જણાવ્યું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW