મોરબી જિલ્લામાં મોરબીના પીપળી ગામેથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની સાથે ગ્રામજનોએ સહભાગી બની ગામની જાહેર શેરીઓ, ચોક, આંગણવાડી, શાળા તેમજ અન્ય જાહેર સ્થળોની સફાઈ કરી હતી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા વ્યાપી શુભારંભની સાથે મોરબી, માળીયા, વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકા કક્ષાએ તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓએ સાફ-સફાઈ ડ્રાઈવ, વૃક્ષારોપણ તથા વનીકરણ કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કર્યો હતો.
સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સૌ કર્મચારીઓ તથા સ્વચ્છાગ્રહીઓએ સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સર્વે ઉપસ્થિતિતોએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા.