HomeGujaratપીએમશ્રી માધાપરવાડીમાં બેગલેસ ડે નિમિતે પ્રયોગ મેળો યોજાયો

પીએમશ્રી માધાપરવાડીમાં બેગલેસ ડે નિમિતે પ્રયોગ મેળો યોજાયો

મોરબીની પીએમશ્રી માધાપરવાડીમાં બેગલેસ ડે નિમિત્તે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનો સર્વાંગીણ વિકાસ થાય, વિદ્યાર્થીનીઓને ભણતરની સાથે સાથે ગણતર અને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે એ માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને આનંદ મેળો યોજાયો હતો.

જેમાં વિજ્ઞાન સિદ્ધાંતો આધારિત 25 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ વિદ્યાર્થીનીઓએ જાતે બનાવી પ્રદર્શનમાં મૂકી હતી. તેમજ વિદ્યાર્થીનીઓને વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે મિક્સ કઠોળ, શરબત સહિતની વિવિધ ખાણી પીણીના   વગેરેના સ્ટોલ ઉભા કરી વેપાર કર્યો હતો. જેથી વિદ્યાર્થીનીઓને કેટલા રૂપિયાનું રોકાણ કર્યું,કેટલો ખર્ચ થયો? કેટલી આવક થઈ? કેટલી જાવક થઈ? કેટલો નફો થયો? વગેરેની પ્રેક્ટિકલ સમજ મેળવી હતી. આ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા અને આનંદ મેળાનો લાભ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના 700 જેટલા વિદ્યાર્થીઓ અને દોશી એન્ડ ડાભી માધ્યમિક શાળાની 300 જેટલી વિદ્યાર્થીનીઓએ લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW