માળીયા તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે માળિયા-મીયાણા ત્રણ રસ્તે નેશનલ હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી. જ્યાં તપાસ હાથ ધરતા આરોપીઓએ GJ-12-CT-3278 નંબરની મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડીના ઠાઠામાં ક્રુરતાપૂર્વક ભરેલ પશુ નંગ -09 કિં રૂ. 27,000 અને બોલેરો ગાડી કિં રૂ. 4,00,000 ગણી કુલ કિં રૂ. 4,27,000ના મુદ્દામાલ સાથે આરોપી કરીમ મામદઅલી જત અને વાહેબ મામધહસન જતને પકડી લઇ તેની સામે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


