મોરબીના મયુર પુલથી ગોપાલ સોસાયટી ચોકડી તેમજ ફ્લોરા હોમને જોડતા રોડ પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે મહારાણા પ્રતાપ સર્કલ પાસે પિલર નિર્માણની કામગીરી ચાલી રહી છે આ સ્થળેથી મહાનગરપાલિકાની પીવાના પાણીની લાઈન પસાર થતી હોય આ લાઈન બ્રિજની કામગીરીમાં પણ નડતરરૂપ હોવાથી તેમજ કામગીરીને પગલે પાણીની લાઈનમાં ભંગાણ થવાની શક્યતાઓ છે જે શક્યતાને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા લાઈન શિફ્ટિંગ ની કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે તેમના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહે તેવી શક્યતાઓ છે તારીખ 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન આ કામગીરી થવાની છે જેથી સામા કાંઠે કેસર બાગ સંપ અને નજરબાગ હેડ વર્કર્સ લાઈન આવતા વિસ્તારોમાં બે દિવસ તેમજ ઉમા ટાઉનશીપ હેડ વર્કર માં આવતા વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી પાણી વિતરણ કામગીરી અટકાવવામાં આવશે જેથી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને આગોતરું આયોજન કરવા તાકીદ કરવામાં આવી છે

