મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન મળેલ બાતમીના આધારે અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે રેડ કરી હતી. જયાં જાહેરમાં આરોપીઓ જુગાર રમવા માટે આઇડી મેળવી ફોનમાં BETFALSH247 એપ્લીકેશનમાં GTPL નામના આઈડીમાંથી ઇન્ડિયા વુમન-ઓસ્ટ્રેલિયા વુમન વચ્ચે ની વન ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા કલ્પેશભાઇ કનૈયાલાલ ચાવડા અને જલાભાઇને રોકડ રૂ. 2000 અને ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિં રૂ. 5000 મળી કુલ કિં રૂ.7000ના મુદામાલ સાથે ઝડપી પાડી પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

