HomeGujaratરૂ 50 હજારનો દંડ અને સંચાલકોની લેખિત બાહેધરી લઇ મનપાએ એમ્પાયર મીડ...

રૂ 50 હજારનો દંડ અને સંચાલકોની લેખિત બાહેધરી લઇ મનપાએ એમ્પાયર મીડ વે નું સીલ હટાવ્યુ

મોરબીના શનાળા રોડ પર જી આઈ ડીસી વિસ્તારમાં આવેલા એમ્પાયર મીડ વે નામના કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ના પાર્કિંગ માં એકઠું થયેલ વરસાદી પાણી ગેર કાયદે સર લોકોને અડચણ રૂપ થાય તે રીતે જાહેર રોડ પર નિકાલ કરવામાં આવતા  હોવાની  મનપાની ટીમને જાણ  થતા કમિશ્નર સ્વપ્નીલ ખરેની સુચનાથી તંત્ર દ્વારા બે દિવસ પૂર્વે આ કોમ્પ્લેક્ષ સીલ કર્યું હતું તેમજ જો કોમ્પ્લેક્ષ ફરી રાબેતા મુજબ શરુ કરવા લેખિત બાંહેધરી તેમજ રૂ 50 હજાર નો દંડ ભરવા આદેશ કર્યો હતો જેં આદેશને પગલે કોમ્પ્લેક્ષના બિલ્ડર દ્વારા લેખિત સોગંદનામાં થકી આગામી દિવસમાં જાહેરમાં પાણી નિકાલ નહી કરે તેવી બાહેંધરી આપી હતી તેમજ રૂ 50 હજારનો દંડ ભર્યો હતો જે દંડ ભરપાઈ થતા મનપાએ સીલ હટાવી દીધું હતું અને કોમ્પ્લેક્ષ ફરી રાબેતા મુજબ ધમધમતો થયો હતો

મોરબી શહેરમાં આડેધડ  મંજુરી વિના બાંધકામ કરવા  નિયમ વિરુદ્ધ કુદરતી  પાણીના નિકાલ બંધ કરવા  તેમજ વરસાદી માહોલ સમયે પાણી રોડ પર ગેર કાયદેસર  ખાલી કરવાની પ્રવૃત્તિ સતત વધી છે તંત્ર આ બાબતે જે રીતે આ સ્થળે કામગીરી કરી તેવી શહેરના તમામ વિસ્તારના કોમર્શીયલ કોમ્પેલેક્ષમાં કે રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ સામે પણ એક્શન લેવાની કાર્યવાહી કરે તો શહેરીજનોની ઘણી બધી સમસ્યાનો હલ આવી શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW