મોરબી ના નવા નાગડવાસ ગામમાં રહેતા અમરબેન નારણભાઈ ડાંગર નામના વૃધ્ધા મોરબી ખાતે તેમના ભાઈના ઘરે ગયા હતા.ઘરમાં તાળા મરીને ગયા હતા જોકે આ અંગેની જાણ જાણે તસ્કરો ને થઈ ગઈ હોય તેમ ત્યારે શુક્રવારે અડધી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી દરવાજા ના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં બધો સામાન વેર વિખેર કરી નાખ્યો હતો તેમજ ઘરની તિજોરી તોડી તેમાં રહેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિતનો મુદામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સવારે અમરબેનના ઘરની પાસે રહેતા તેમના ભત્રીજા ને ઘટનાની જાણ થતાં તેઓએ અમરબેનને જણાવ્યું હતું જે બાદ તેઓ ઘરે આવી તપાસ કરતા 5 તોલા સોનુ અને 80 હજાર રોકડ રકમ સહીત નો સામાન ચોરી થયાની જાણ થતા તેઓએ પોલીસ મથકમાં જાણ કરી હતી પોલીસે નિવેદન લઈ આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

