હળવદના રાયધ્રા ગામે રહેતા પ્રવિણભાઇ નવઘણભાઇ નંદેસરીયાએ આરોપી બેચરભાઇ કાજુભાઇ ઉર્ફે સાદુરભાઇ ડઢૈયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી પ્રવિણભાઇ તેમનું બાઈક લઇ રણછોડ ગામના પાટીયાથી આગળ જતા હતા, ત્યારે એક બાઇકમાં બે ઇસમો નીકળેલ જેમની સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી થતા ત્યા રોડ ઉપર જતા બીજા માણસો ભેગા થઇ જતા પ્રવીણભાઈ ભાગીને ત્યાં બાજુમાં આવેલ આરોપીની વાડીમાં જતા આરોપીએ પ્રવીણભાઈને શા માટે વાડીમાં આવેલ છે તેમ કહી ગાળો આપી તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરીને માર મારી માથામા ઇજા કરી તથા શરીરે મુઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.