મોરબીના કૃષ્ણનગરમાં રહેતા દિલીપકુમાર નારણભાઇ ચુડાસમા ગત તા. 09 સપ્ટેમ્બરના રોજ કંડલા બાયપાસ પાસે મચ્છુ-03 ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી જવાથી આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.