મોરબી નજીક ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ નું મંદિર આવેલ છે અને અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે, જિલ્લા પંચાયત દ્વારા ભીમનાથ મહાદેવ ને પ્રવાસન સ્થળ તરીકે માન્યતા આપેલી છે. તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં પણ તેની રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ચાલી રહી છે. લોકોની આસ્થા સમાન આ જગ્યા પર આવવા જવા માટે એસટી બસની સુવિધા આપવામાં આવે તેવી લાંબા સમયથી માંગણી છે, ખાસ કરીને રજાના દિવસોમાં અને ધાર્મિક તહેવારોના સમયે અહીં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. આવા સમયે જો લોકોને એસટી બસની સુવિધા મળે તો તેઓને પરેશાનીમાંથી મુક્તિ મળી શકે તેમ છે. લજાઈ ગામના બસ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટર નું અંતર આવેલું છે અને અહીં ખાનગી વાહનો જવા માટે જેથી એસટી વિભાગ દ્વારા મોરબી થી લજાઈ વાયા ભીમનાથ મહાદેવ નો નવો રુપ શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉમિયા માનવસેવા ટ્રસ્ટ મોરબી દ્વારા કરવામાં આવી છે.