મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના ધુટું ગામે જનકપુરી સોસાયટી ચોકમાં દરોડો પાડ્યો હતો. જે સોસયટીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા રમેશભાઇ લાલજીભાઇ અદગામા, વાલજીભાઇ કરશનભાઇ પરેચા, રવિભાઇ રમેશભાઇ અદગામા, પ્રવિણભાઇ રમેશભાઇ દતેસરીયા, જયસુખભાઇ ચુનીલાલ સુરેલા, દેવજીભાઇ રમેશભાઇ વિઝવાડીયા, જગદીશભાઇ દયારામભાઇ અદગામા અને પીયુષભાઇ દયારામભાઇ સોરીયાને રોકડ રૂ. 37,580ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

