HomeGujaratમોરબીના વીશીપરા નજીક જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

મોરબીના વીશીપરા નજીક જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે વીશીપરા મેઇન રોડ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં આઇસ ફેકટરીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હેમચંદ્રભાઇ શ્રીરામા નિષાદ, વિકાસભાઇ મખલુભાઇ નિષાદ, ઉદયભાન રામસીંગ નિષાદ, છોટેબાબુ શ્રીસોખીલાલ નિષાદ, મલખાનસિંગ સીતારામ નિષાદ, કપીલભાઇ રમેશભાઇ નિષાદ, રામલખન રામચંદ્રભાઇ નિષાદ, ભરતસિંહ હિરાલાલ નિષાદ અને કૈલાશભાઇ લાલારામ નિષાદ નામના નવ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ. 9,050નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW