HomeGujaratમોરબી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક વધ્યો, 8 મહિનામાં 3500થી વધુ લોકો બન્યા...

મોરબી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક વધ્યો, 8 મહિનામાં 3500થી વધુ લોકો બન્યા શિકાર

દેશની સર્વોચ્ચ અદાલતમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનને લઈ કડક વલણ દાખવવામાં આવ્યું હતું અને શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાનનો પર એક્શન લેવા આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ બાદ દિલ્હી સરકાર દ્વારા જે એક્શન લેવામાં આવ્યા હતા. તેને લઈ મહિલા મુખ્યમંત્રી પર હુમલો થવાની ઘટના પણ દેશના રાજકારણમાં ગરમાવો લાવ્યો હતો. જોકે આ એક્શન ગુજરાતમાં લેવાશે કે કેમ તેના ઉપર હજુ સવાલો ઊભા થઈ રહ્યા છે મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં રખડતા સ્વનું પ્રમાણ ખૂબ વધારે છે તેમાં પણ શહેરી વિસ્તારોની વાત કરીએ તો તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં રખડતા શ્વાન દ્વારા બચકા ભરવાનો પ્રમાણ પણ વધ્યું છે . જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો ચાલુ વર્ષમાં જ લગભગ સાડા ત્રણ હજારથી વધુ લોકોને રખડતા શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા હોવાની ઘટનાઓ ઘટે છે તેમાં પણ સૌથી વધુ પ્રમાણ શહેરી વિસ્તારનો છે. મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા પાલતુ શ્વાનને રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ કરવામાં આવી હતી. ખુદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તેમના પાલતુસ્વાનનું રજીસ્ટ્રેશન કરાવી લોકોને પણ આ અંગે જાગૃતતા દાખવવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધીમાં માત્ર 12 જેટલા શ્વાનનું જ રજીસ્ટ્રેશન થયાની ચોકાવનારી માહિતી સામે આવી છે.
મોરબી શહેરના વીસીપરા વિસ્તાર હોય કે જેલ રોડ વિસ્તાર સામા કાંઠા વિસ્તાર અને અને નવી ભરેલી પંચાયતોમાં પણમાં રખડતા સ્વાન દ્વારા બચકા ભરવાની ફરિયાદો વધી હતી આગામી દિવસોમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર રખડતાં શ્વાનને કાબુમાં લેવા કેવા પ્રકારનો એક્શન પ્લાન કરે છે અને જિલ્લા વાસીઓને આ રખડતા શ્વાન માંથી કેટલી રાહત મળે છે તે પણ જોવાનું રહ્યું.
નંદી ઘર પાસેનું રખડતા શ્વાન માટે બનનાર ડોગ સેન્ટર કાર્યરત થશે તે પણ સાવલ

બીજી તરફ રખડતા શ્વાનનું ખસીકરણ કરવાની કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રોડ પર અગાઉના નંદીઘર ચાલતું હતું ત્યાં દોગ સેન્ટર શરૂ કરવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં ખસીકરણની પણ કામગીરી કરવાના દાવાઓ થઈ રહ્યા છે. જોકે આ કામગીરી ક્યારે શરૂ થશે તે પણ જોવાનું રહ્યું,  જોકે હજુ તેનું સ્થિતિ અંગે કોઈ માહિતી સામે આવી શકતી નથી.

સ્વાન દ્વારા બચકા ભરવામાં આવે ત્યારે તાત્કાલિક સારવાર ની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે મોરબી સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓને ધનુરના ઇન્જેક્શન આપવામાં આવે છે. છેલ્લા આઠ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 13,000 થી વધુ લેવાય આવવાનું પણ સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW