મોરબી શહેરમાં વરસાદી પાણીના નિકાલની વર્ષો જૂની સમસ્યા છે માત્ર એક થી દોઢી જ વરસાદમાં પણ શહેરના કેટલાક મુખ્ય માર્ગો અને અને રહેણાક વિસ્તારોમાં પણ પાણી નદીની જેમ વહેવા લાગે છે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ તો એવી છે કે જો બે કલાકમાં ત્રણથી વધુ ઇંચ વરસાદ વરસી જાય તો આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ અને પાણીનો નિકાલ બંધ થઈ જાય છે પરિણામે લોકોને હાલાકી નો સામનો કરવો પડે છે આ બાબતે વિવિધ વિસ્તારોમાંથી મળતી ફરિયાદોને આધારે મહાનગરપાલિકા દ્વારા લાયન્સ નગર મેઈન રોડ, અમરેલી ગ્રામ પંચાયત વિસ્તાર, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓફિસ રોડ, વીસી પરા મેઇન રોડ, મહેન્દ્ર પરા મેઈન રોડ કન્યા છાત્રાલય થી સનાળા મે ઈન રોડ, નવલખી હાઇવે થી ધુતારી નાલા સુધી આલાપપાર્ક સોસાયટી કમલા સોસાયટી કમલ પાર્ક સોસાયટી, અને વૃષભ નગર સોસાયટી વગેરેમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંમ વોટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેની અંદાજિત કિંમત 76 કરોડની આસપાસ આંકવામાં આવી છે જે અંગેનો ડીપી આર તૈયાર કરી રાજ્ય સરકારના ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મેનેજમેન્ટ વિભાગમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટની જી યુ ડી એમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેથી આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી માટેનો રસ્તો સરળ બની ગયો છે. તેમ સીટી ઇજનેર હિતેશભાઈ આદ્રોજા એ જણાવ્યું હતું.
શહેરના કેટલાય વિસ્તારો એવા હતા કે જ્યાં વર્ષોથી પાણી નિકાલ માટે વ્યવસ્થા ન થઈ હોય અને વસતી સતત વધી રહી છે જેના કારણે ચોમાસામાં સ્થિતિ અત્યંત દયનીય બની રહી છે ત્યારે આવનારા સમયમાં આ વિસ્તારોમાં જો ઝડપી કામગીરી હાથ ધરાય તો ભવિષ્યમાં વરસાદી પાણી ન ભરાય તેવી આશા સેવાઇ રહી છે

