HomeGujaratઓગસ્ટ મહિના દરમિયાન મોરબીમાં 8 વર્ષમાં ચોથી વખત સરેરાશ 6 ઇંચ ઓછો...

ઓગસ્ટ મહિના દરમિયાન મોરબીમાં 8 વર્ષમાં ચોથી વખત સરેરાશ 6 ઇંચ ઓછો વરસાદ

મોરબી જિલ્લામાં 2024 ના વર્ષમાં ઓગસ્ટ મહિનામાં જે રીતે તોફાની વરસાદ થયો હતો તેના કારણે માત્ર 24 થી 48 કલાકના વરસાદ ને પગલે તમામ તાલુકામાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ મહિના દરમિયાન મોરબીમાં 21 ઇંચ ટંકારામાં 27 અને વાંકાનેર 28.5 વરસાદને પગલે તમામ ડેમ ઓવર ફલો થઇ ગયા હતા ચાલુ વર્ષમાં પણ હવામાન વિભાગની જે રીતે આગાહી હતી તે જોતા ઓગસ્ટ સુધીમાં જળાશય છલકાઈ જાય તેવો વરસાદ થાય તેવી આશા સેવાઈ રહી હતી .પરંતુ મોરબી જિલ્લામાં અલગ ચિત્ર જોવા મળ્યું છે.

મોરબીમાં ચોમાસાના અઢી મહિનામાં સુધીમાં 80.84 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ચાલુ વર્ષે શરૂઆતથી મેઘરાજાની ધીમી ગતિએ અત્યાર સુધીમાં ચોમાસુ પાક માટે કાચા સોના રૂપી સાબિત થઇ છે.

જોકે આવી રીતે વરસાદ થશે તો ગ્રામ્ય વિસ્તારના નાના જળાશય હોય કે સિંચાઈના મોટા ડેમ સંપૂર્ણ પણે ભરાશે કે કેમ તે સવાલ છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ઓગસ્ટના વરસાદની વાત કરીએ તો કુલ 29 ઇંચ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિના સુધીમાં સીઝનનો કુલ 80.84 ટકા સુધી વરસાદ નોધાઇ ગયો છે મોરબી જિલ્લામાં છેલ્લા 30 વર્ષની સરેરાશ જોઈએ તો સિઝનના અંત સુધીમાં સરેરાશ 575 મીમી એટલે કે 28 ઇંચ થતો હોય છે ત્યારે ઓગસ્ટના અંત સુધીમાં 464 મીમી એટલે કે 18.5 ઇંચ વરસાદ નોધાયો છે.

જૂનથી ઓગસ્ટ સુધીમાં તાલુકા મુજબ વરસાદ સ્થિતિ જોઈએ તો માળિયા તાલુકામાં 15 ઇંચ, મોરબી તાલુકામાં 21 ઇંચ, ટંકારા તાલુકામાં 21.48 ઇંચ, વાંકાનેરમાં 19 ઇંચ અને હળવદમાં 16 ઇંચ વરસાદ નોધાયો છે.

મોરબી જિલ્લામાં ઓગસ્ટ 2018થી 2025 સુધીના વરસાદની સ્થિતિ જોઈએ તો વર્ષ 7 વર્ષમાંથી 4 વર્ષ દરમિયાન સરેરાશ વરસાદ 6 ઇંચથી ઓછો રહ્યો છે. 2018માં 3.48 ઇંચ, 2019માં 14.85 ઇંચ , 2020માં 27.10 ઇંચ, 2021માં 0.28 ઇંચ ,વર્ષ 2022માં 6.93 ઇંચ , વર્ષ 2023માં સરેરાશ 0.34 ઇંચ, 2024માં 18.8 ઇંચ તેમજ 2025માં સરેરાશ 5.8 ઇંચ વરસાદ નોંધાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW